રુદ્ર – ભારત નવસર્જન – પ્રકરણ 3 – કુસુમ

કુસુમ હજી રુદ્ર માટે આંસુ વહાવવા નહોતી માંગતી. તે હોસ્પીટલે ગૌરીના મ્રુત્યુ બાદ નિરુપમાને પોતાની સાથે લઈ આવી હતી. હજી તાજી જન્મેલી બાળકી જેણે દુનિયામાં પગ જ એક અનાથ થઈને મુક્યો હતો. કુસુમે મનોમન નક્કી કરી લીધું હતું કે આ છોકરીને તે જ ઉછેરશે. તેને ખબર હતી કે આ માટે તેને કેટલાય લોકો સામે બાથ ભીડવી પડશે..! ખાસ તો ચેતન સાથે..!

કુસુમ નિરુપમાનાં નામ પાછળનું રહસ્ય તરત સમજી ગઈ હતી. રુદ્ર અને નિરુપમાના મ્રુત્યુ બાદ ચેતન માટે જીવવું અસંભવ થઈ પડત પણ તેની આ દિકરી ડુબતાનો સહારો બનત..! નિરુપમા નામ તેને જીવાડવામાં મદદ કરત..! આ સિવાય બીજું કોઇ જ કારણ ના હોઇ શકે એવું કુસુમ સ્પષ્ટ પણે માનતી હતી. પણ જો તેના ખોળામાં રમી રહેલી નિરુપમાંને તે ચેતનને સોપી દે તો પોતાનું શું..?

હોસ્પીટલથી આવી ત્યારની કુસુમ વિચારે ચડી હતી. પોતે જ તર્ક કરતી અને પોતે જ તેનો રદીયો આપતી. તેને કોઇપણ સંજોગોમાં નિરુપમાને ગુમાવવી ન હતી. ભલે તેને ગમે તે હદ સુધી સ્વાર્થી કેમ ના બનવું પડે..! રુદ્રની એક જ નિશાની હતી જેને સહારે તે જીવી શકે તેમ છે..!

કરુણાબેન કુસુમની મન:સ્થિતી બરાબર જાણતા હતાં. ઘણા વર્ષોથી એ જોઇ રહ્યા હતાં કે તે પરણ્યા વગર જ રુદ્રની થઈ ચુકી છે. તેનું જીવન જ રુદ્રમય હતું. આજે તેના પર શું વિતી રહી હશે તે બરાબર જાણતા હતાં, કુસુમ હજી પણ એ માનવા તૈયાર ન હતી કે રુદ્ર હવે નથી રહ્યો. રુદ્રને તેણે આપેલું લોકેટ પણ દિલ્હી પહોંચી ચુક્યું હતું છતાં તે માનવા તૈયાર ન હતી કે આ રુદ્રની લાશ છે.

કરુણાબેન લાગ્યું કે હવે તેને તેની દિકરી પાસે બેસવું પડશે પણ એ પણ જાણતા હતા કે તે એકલા એને સંભાળી નહી શકે, એટલે આખો પરિવાર કુસુમના રૂમમાં ગોઠવાઇ ગયો. કરુણાબેન કુસુમની બાજુમાં બેઠા. નિરુપમાં કુસુમના ખોળામાં સુતી હતી. કુસુમનો પલાઠી વાળેલો જમણો પગ નિરુપમાને હિંસકા નાખતી હોય તેમ યંત્રવત ઉપર-નિચે થઇ રહ્યો હતો. તેનું ધ્યાન અત્યારે રૂમમાં ચાલી રહેલી કોઇપણ પ્રવ્રુતી પર ન હતું.

“કુસુમ..!” કરુણબેન હિંમ્મત કરી કુસુમને બોલાવી. કુસુમે કોઇ જ પ્રતિઉત્તરના આપ્યો.

“બેટા..! તારી પિડા હું સમજું છું..! પણ બધું આપણા હાથમાં નથી હોતું..” બીજું કંઇ ના સુજતા આશ્વાસનના એ રોજબરોજ બોલતા પીટાઇ ગયેલા શબ્દો જ મોઢામાંથી નીકળ્યાં પણ કુસુમ એક શબ્દ ના બોલી કે મટકું ય માર્યું. તે એકધારી સામેની દિવાલ તરફ જોઇ રહી હતી.

“બેટા એક વખત મન મુકીને રડી લે સાવ હળવીફુલ થઈ જઈશ..!” ત્રીપાઠી સાહેબ એકદમ કુસુમની સામે બેસી ગયાં. તેમની આંખ તો પોતાની પૌત્રીની હાલત જોઇ ક્યારનીય ભીની થઈ ગઈ હતી પણ કુસુમના ચહેરા કોઇ જ ભાવ ના દેખાયો. તે એવી રિતે બેઠી હતી, જાણે તે અહિયાં હતી જ નહી.

“કુસુમ..?” તેની દાદીએ તેને હબડાબી જોઇ પણ ફરીથી એ જ ખામોશી.

“બેટા..! હવે બહું થયું, કંઇ બોલે છે કે આને હું બહાર મુકી આવું..?” કશ્યપજી કુસુમના ખોળામા પડેલી નિરુપમાને ઉપાડવા હાથ લાંબો કર્યો પણ એ જ સમયે જાણે કુસુમની તિક્ષ્ણ દ્રષ્ટી તેના પિતા પર પડી. કુસુમની આંખોમાં અંગારા તે સ્પષ્ટ જોઇ શકતા હતાં. કુસુમ જાણે હમણા જ તેમને બાળીને ખાખ કરી દેવાની હતી. કશ્યપજી એકવાર તો ડઘાઇ ગયા અને એક ડગલું પાછળ લઈ લીધું.

“બેટા, ક્યાં સુધી આમને આમ બેસી રહીશ..?” કુસુમના શરિરમાં હરકત જોતા જ તેના દાદી એ તરત પુછ્યું.

“મને એકલી મુકી દો..! સમય થશે હું મારી જાતે જ બહાર આવી જઈશ..!” કુસુમનો ભાવ વગરનો પણ પોતાનો અડગ નિર્ણય આપી દિધો. એ સમયે તેના ખોળામાં સુતેલી નિરુપમાં સળવળી. એ કુમળા ફુલે પોતાના નાના નાના હાથોથી આળસ મરડી, આજુબાજું બધાના ધિર-ગંભીર ચહેરા જોવા લાગી. કુસુમ તેની તરફ એક આશાથી જોઇ રહી. ત્રણ ચાર સેંકડમાં તો નિરુપમાએ રડવાનું ચાલું કરી દિધું. કુસુમને સમજાયું નહી કે કેમ રડે છે.

કુસુમ તેને હળવેથી ઉપાડતી ઉભી થઇ અને હાથોથી ઉપર-નીચે કરી શાંત પાડવાનો પ્રયત્ન કરવા લાગી. તેના મમ્મી અને દાદી પણ તેની મદદે આવ્યા પણ નિરુપમાં ચુપ થઈ નહી. કુસુમે તેને તેની દાદીને સોંપી પણ નિરુપમાં ચુપ થવાનું નામ લેતી નહોતી. પાંચેય જણા નિરુપમાંને શાંત કરવા લાગી ગયાં પણ નિરુપમાં વધારે જોરથી રડવા લાગી.

“તેને ભુખ લાગી હશે..!” ત્રીપાઠી સાહેબ અચાનક બોલ્યા.

“હું નિચેથી દુધ ગરમ કરીને મોકલાવું છું..!” કરુણાબેન ઝડપથી બહાર ગયા. કશ્યપજી પણ તેની પાછળ ગયાં. થોડી જ વારમાં કશ્યપજી દોડતા પાછા આવ્યાં.

“દુધ ઘરે પુરુ થઈ ગયું છે, અનિલને બહાર દુધ લેવા દોડાવ્યો છે..! હમણા એ લઈને આવી રહેશે..!” કશ્યપજી હાંફતા બોલ્યા. કુસુમની આંખોમાંથી આંસું હવે ચાલું થયાં.

“બેટા,ચુપ થઈ જા ને, હમણા જ દુધું આવે છે, બસ પાંચ મિનીટ ધિરજ રાખને બેટા, તારી મમ્મીને પજવ નહી..! બેટા..! તારા પપ્પા પણ હમણા આવી જશે..! આપણે બધા સાથે રહેશું..! તું મહેરબાની કરીને શાંત થઈ જા..!” ક્સુમનો સંવાદ સાંભળી બધા અવાચક બની ગયાં. કશ્યપજીના મનમાં તો ધ્રાસકો પડ્યો કે કુસુમ ક્યાંક ગાંડી ના થઈ જાય.!

નિરુપમાં કોઇપણ રિતે શાંત થવાનું નામ નોતી લેતી. તેની ચિસો જાણે આંભને ફાડી નાખવાની હોય એટલી વિકરાળ અને ભયાવહ હતી. જાણ તેને અત્યારે જ પ્રતિતિ થઈ હોય કે હવે તે અનાથ થઈ ચુકી છે, તેને લોકોની દયા પર જીવવું પડશે..! કુસુમ માટે પણ આ અકળાવનારું હતું. કુસુમ પણ તેની સાથે જ રડી રહી હતી એ પણ જોર જોરથી, ધ્રુસકે ધ્રુસકે..! અને પોતાના ત્રુટક અવાજથી તેને શાંત કરવાનો પ્રયત્ન કરી રહી હતી. “બેટા… શાંત થઈ જા ને……. તારા આંસું મારાથી…. નથી…. જોવાતા..!” રડતા રડતા કુસુમ માંડ માંડ બોલી રહી હતી.

પરિવારના બિજા સભ્યો દુખી ચહેરે આ બંન્નેને જોઇ રહ્યા હતાં. એવામાં તેની દાદીનું ધ્યાન કુસુમના ટીશર્ટ પર ગયું. કુસુમનું ટીશર્ટ સ્તનની આંજુબાજું ના ભાગમાં ભિનું થઈ ગયું હતું. તરુજીને તેમની આંખો પર વિશ્વાસ નહોતો આવી રહ્યો પણ સામે દેખાતું દ્શ્ય ઘણુંબધું કહી રહ્યું હતું. તેમણે ત્વરાથી ત્રીપાઠી સાહેબને ઇશારો કરી બહાર જવા કહ્યું. ત્રીપાઠી સાહેબ નિચી નજર કરતા પોતાના દિકરાનો હાથ ખેંચતાક બહાર નિકળી ગયાં.

“બેટા, તેને હવે તારી છાતીનું જ દુધ પા..! આજે તે આને જન્મ આપ્યા વગર જ તેની માતા થવાનો હક્ક સાબિત કરી દિધો છે..! ધન્ય છે તારા પ્રેમને બેટા..!” કહેતા તરુંજીથી પણ ડુસકું નંખાઇ ગયું. કુસુમને પણ પોતાની પરિસ્થિતીનું ભાન થયું. તેના ચહેરા પર એક મોટા સ્મિતે સ્થાન ગ્રહણ કરી લીધું.

થોડી મિનીટો બાદ ચિચો શાંત પડી ગઈ હતી, નિરુપમાનું પેટ તેની માતાના પ્રેમથી ભરાવા લાગ્યું હતું. કુસુમ આજે માતા બની ચુકી હતી..!

Advertisements